જીસેટી કાયદા માં ઇ-વે બિલ અંગેની સાદી સમજ :-
૧. તમારા માલની કન્સાઈમેનટ વેલયુ જો ૫૦,૦૦૦/- કરતા ઓછી હોય તો ઇ-વે બિલ બનાવવાની જરુર નથી.
તેંમ છતા જો તમે એક રાજ્ય માંથી બીજા રાજ્ય માં જોબ વકઁ કરીને માલ મોકલતા હોવ તો તમને આ લિમીટ લાગુ નહી પડે અને એ કેસમાં ઈ - વે બિલ બનાવવું ફરજિયાત છે.
૨. તમારા કન્સાઈમેનટ ની વેલયુ જો ૫૦,૦૦૦/- કરતા વધુ હોય તો ઇ-વે બિલ જે બે ભાગમાં વહેંચાયેલ છે તે પૈકી “પાટઁ A“ બનાવવું ફરજિયાત છે. જ્યારે “પાટઁ B“ નીચે નાં બે કેસમાં મરજિયાત છે.
*** જો વેચનાર પાટીઁ ના ધંધાના
સ્થળથી ટાન્સપોટઁર ના ધંધાના
સ્થળ નું અંતર ૫૦ કિ.મી. થી ઓછું હોય. ( આ કેસમાં તમે ટાન્સપોટઁર દ્વારા માલ મોકલતા હોવ છો. અને ટાન્સપોટઁર “પાટઁ B“ બનાવે છે. તેમ છતાં જો ટાન્સપોટઁર ના ધંધાના
સ્થળથી ખરીદદાર ના ધંધાના
સ્થળ નું અંતર ૫૦ કિ.મી. થી ઓછું હોય. તો પણ “પાટઁ B“ બનાવવાની જરુર નથી. )
✅ તેમ છતાં જો વેચનાર પાટીઁ ના ધંધાના સ્થળથી “માલ” ખરીદદાર ના ધંધાના
સ્થળે ડાયરેકટ મોકલવામાં આવે તો બંને વચ્ચે નું અંતર ૫૦ કિ.મી. થી ઓછું હોવા છતા “પાટઁ B“ બનાવવું જરુરી છે.
૨. જો તમે ઇ-વે બિલ બનાવ્યા
પછી કેનસલ કરવા ઇચ્છ તા હોવ તો “ઇ-વે બિલ બનાવનાર” ૨૪ કલાક પૂરા થતા પહેલા ઇ-વે બિલ કેનસલ કરી શકે છે.
જ્યારે માલ મેળવનાર પાટીઁ કોઇ કારણોસર માલ ને રિજેકટ કરવા ઇચ્છતી હોય ત્યાંરે તે માલ મેળવ્યા નો સમય કે ઇ-વે બિલ બનાવ્યા ના ૭૨ કલાક જે પહેલા હોય એ સમયગાળાની અંદર ઇ-વે બિલ કેનસલ કરી શકે છે. ૭૨ કલાક પૂરા થયા પછી માલ તમે સ્વિકારી લીધો છે એમ ગણાશે.
૩. વાહન ચાલકે ડોકયુમેનટ જેમ કે “Tax Invoice”/ “ Delivery Challan” / “Bill of Entry “/ “ Bill of Supply”
અને ઇ-વે બિલ ની કોપી અથવા ઇ-વે બિલ નંબર
સાથે રાખવું જરુરી છે.
૪. “Tax Invoice” / “ Delivery Challan” / “Bill of Entry “ / “ Bill of Supply” અને ઇવે બિલ બનાવ્યા વિના માલ ખસેડવો એ એક ગુનો છે અને તેથી રૂ. ૧૦,૦૦૦/- અથવા “કર“(Tax) ટાળવાનો પ્રયાસ કર્યો (જો રૂ. ૧૦,૦૦૦/- કરતા વધારે છે તે) તો એ કેસ માં જે વધુ હશે તે પેનલટી તરીકે ભરવા પડશે
તેથી, નિયમોનું પાલન ન કરવા માટે એકદમ ન્યૂનતમ ( Minimum) દંડ જે રૂ. ૧૦,૦૦૦/-વસૂલવામાં આવે છે
No comments:
Post a Comment